દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મીઠાપુર ટાટા ટાઉનશીપ ખાતે રહેતા અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદેવભાઈ ઘનશ્યામભાઈ અણીયાળીયાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત

https://twitter.com/sandeshnews/status/2084942425743925381

દ્વારકામાં કોન્સ્ટેબલે આત્મહત્યા કરી

પ્રાથમિક માહિતી અનુસાર, જયદેવભાઈએ અચાનક અંતિમ પગલું ભરી લેતાં પરિજનો અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવ અંગે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ મીઠાપુર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી અને મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી

એક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીનું આ રીતે અકાળે અવસાન થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. જયદેવભાઈએ કયા માનસિક તણાવ કે કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. મીઠાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, કોઈ સસાઈડ નોટ મળી છે કે કેમ અને આપઘાત પાછળનું સાચું કારણ શું છે તે દિશામાં પરિવારજનો તથા સાથી કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: બપોરે 3 થી સાંજે 6 વાગ્યા દરમિયાન રાજ્યના 23 જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી