ગુજરાતમાં ચોમાસાના તબક્કાવાર પબ્લિશ થતા અહેવાલો વચ્ચે છેલ્લા બે દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા બપોરે 3:00 થી સાંજે 6:00વાગ્યા સુધીનું વિશિષ્ટ નાઉકાસ્ટ વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. બુલેટિન મુજબ રાજ્યના 23 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના 23 જેટલા જિલ્લાઓમાં ઝાપટાં પડવાની સંભાવના 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને ડાંગમાં વરસાદી માહોલ જામશે. બીજી તરફ મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર, ખેડા અને આણંદમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

અન્ય ઝોન અને કાંઠાળ વિસ્તારોની સ્થિતિ

ઉત્તર ગુજરાત અને મેટ્રો વિસ્તારોમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કાંઠા વિસ્તારના ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી નાગરિકો તથા માછીમારોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલ US-કેનેડા અને DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપના પ્રવાસે જશે