ગુજરાતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરનારી 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' (VG 2027) ને અભૂતપૂર્વ સફળતા અપાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે કમાન સંભાળી લીધી છે. રાજ્યમાં મોટા પાયે વિદેશી મૂડીરોકાણ (FDI) લાવવા અને વૈશ્વિક ફોર્ચ્યુન 500 કંપનીઓના સીઇઓ (CEOs) સાથે સીધો સંવાદ સાધવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10 દિવસના બહુવિધ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027
પોતાના આ 10 દિવસીય પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અમેરિકા (USA) અને કેનેડા (Canada) ના વિવિધ પ્રમુખ શહેરોની મુલાકાત લેશે. ત્યાં તેઓ પ્રવાસી ભારતીય સમુદાય (NRGs), અગ્રણી બિઝનેસ લીડર્સ અને બહુભાષી કોર્પોરેટ ગૃહો સાથે વન-ટુ-વન બેઠકો યોજશે અને વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027 માં સહભાગી થવા માટે સત્તાવાર નિમંત્રણ પાઠવશે.
મુખ્યમંત્રી 10 દિવસના વિદેશ પ્રવાસે
મુખ્યમંત્રીના અમેરિકા પ્રવાસની સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે જાપાન (Japan) અને યુરોપિયન દેશોના પ્રવાસે જશે. ઉલ્લેખનીય છે કે જાપાન પહેલેથી જ વાયબ્રન્ટ ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી રહ્યું છે અને ગુજરાતમાં જાપાનીઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સહિતના અનેક મેગા પ્રોજેક્ટ્સ કાર્યરત છે. હર્ષ સંઘવી આ પ્રવાસ દરમિયાન યુરોપ અને જાપાનના અગ્રણી ઉદ્યોગ સાહસિકો સાથે હાઇ-લેવલ ડેલીગેશન મીટિંગ્સ કરશે.
જાપાન પહેલેથી જ વાયબ્રન્ટ ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી
રાજ્ય સરકારની નોડલ એજન્સી ઇન્ડેક્સ-બી (iNDEXTb) દ્વારા આ બંને વડાઓ અને તેમની સાથે જનારા ઉચ્ચ સ્તરીય આઇએઇસ (IAS) અધિકારીઓના પ્રતિનિધિ મંડળના વિદેશ પ્રવાસ માટેની તમામ તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચાડી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલય (MEA) ની મંજૂરીઓ, વિવિધ દેશોમાં ભારતીય એમ્બેસી (દૂતાવાસ) સાથે સંકલન અને ઇન્વેસ્ટર મીટનું સમયપત્રક તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ પણ વાંચો: Halvad: ઈગોરાળા અને મયાપુરમાં 2 હજાર વીઘામાં કપાસ-મગફળી નષ્ટ, ખેતરો તળાવમાં ફેરવાઈ જતાં પાકના મૂળિયાં કોહવાઈ ગયા