ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા મોડી રાત્રે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ બોલાવેલા બુલડોઝરથી સોમનાથ મંદિર નજીકના ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ચાર દુકાનો,રહેણાક મકાન,ધાર્મિક સ્થળનું ડિમોલિશન

મળતી વિગતો અનુસાર, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે કલેક્ટર તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ કામગીરી દરમિયાન મસ્જિદ સહિત ચાર દુકાનો, એક રહેણાંક મકાન અને ધાર્મિક સ્થાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

કોરિડોરના વિકાસકાર્યો માટે આ ડિમોલિશન કરાયું 

તંત્રના અધિકારીઓના દાવા મુજબ, સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત રેવન્યુ વિભાગ દ્વારા આ મિલકતોની ખરીદી કરવામાં આવી હતી. ખરીદ કરાયેલી મિલકતોનો કબ્જો મેળવવા અને કોરિડોરના વિકાસકાર્યો માટે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે સમગ્ર વિસ્તારમાં મોડી રાતથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 


આ પણ વાંચો   :  Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન