કાયદાકીય પાલન વધારવાના આશયથી એક વિશેષ માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિસ્તારના અગ્રણી ટેક્સ પ્રેક્ટિશનર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) તેમજ એકાઉન્ટન્ટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ટેક્સ પ્રેક્ટિશનર્સ અને CA માટે માર્ગદર્શન બેઠક યોજાઈ

બેઠક દરમિયાન અધિકારીઓએ GSTR-1, GSTR-3B અને PMT-06 જેવા મહત્વપૂર્ણ રિટર્ન્સ અને ચલણ ફાઇલ કરવાની નિયત તારીખો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં દર મહિનાની 11મી તારીખે GSTR-1, 20મી તારીખે GSTR-3B અને 25મી તારીખે PMT-06 ની સમયમર્યાદા જાળવવી અત્યંત જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું હતું.જીએસટી વિભાગના અધિકારીઓએ કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું હતું કે જો વેપારી કે કરદાતા દ્વારા રિટર્ન ફાઇલિંગ અથવા કરચુકવણીમાં વિલંબ કરવામાં આવશે તો તેમની સામે કાયદા મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વિલંબિત કરચુકવણી પર વાર્ષિક 18 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે.

અધિકારીઓએ સ્થળ પર જ કર્યા પ્રશ્નોના નિરાકરણ

કાર્યક્રમના અંતે ટેક્સ પ્રેક્ટિશનર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા જીએસટી રિટર્ન સંબંધિત જટિલ પ્રશ્નો અને વ્યવહારિક મુશ્કેલીઓનું અધિકારીઓએ સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ લાવ્યું હતું. વહીવટી તંત્રે ટેક્સ પ્રોફેશનલ્સને અપીલ કરી હતી કે તેઓ પોતાના અસીલો અને સ્થાનિક વેપારીઓમાં સમયસર જીએસટી ફાઇલિંગ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવે.

આ પણ વાંચો: Junagadh: સગીરા પર દુષ્કર્મ કેસમાં મેંદરડા તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝબ્બે