ગોધરા રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને નવીનીકરણ કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મ પર નવી આધુનિક ડિજિટલ લિફ્ટો પણ ફિટ કરવામાં આવી હતી. હજુ ગઈકાલે જ આ નવનિર્મિત રેલવે સ્ટેશનનું ખૂબ જ ધામધૂમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેલવે પ્રશાસન હજુ આ નવી સુવિધાઓની વાહવાહ લૂંટી રહ્યું હતું ત્યાં જ રાત્રિના સમયે એક મોટી દુર્ઘટના સર્જાતા-સર્જાતા રહી ગઈ છે.
ગોધરા રેલવે સ્ટેશન પર મોટો લોચો
રાત્રિના સમયે ટ્રેન પકડવા માટે આવેલા ૬ જેટલા મુસાફરો, જેમાં 3 મહિલાઓ પણ સામેલ હતી, તેઓ પ્લેટફોર્મ બદલવા માટે નવી નકોર 'લિફ્ટ નંબર-4' માં પ્રવેશ્યા હતા. લિફ્ટ શરૂ થતાંની સાથે જ કોઈ અજ્ઞાત ગંભીર ટેકનિકલ ખામીના કારણે તે અધવચ્ચે જ જામ થઈ ગઈ હતી અને તેનો ઓટોમેટિક દરવાજો લોક થઈ ગયો હતો. લિફ્ટની અંદર લાઇટો અને વેન્ટિલેશન સિસ્ટમ ખોરવાઈ જતાં અંદર ફસાયેલા પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. રેલવેના સ્થાનિક સ્ટાફે લિફ્ટ ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ કી-મેિકનિઝમ ફેલ થઈ ગયું હતું.
