હિંમતનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં આઉટસોર્સ એજન્સી મારફતે માનવબળની સેવાઓ પુરી પાડવા માટે બે જણાએ વર્ષ 2024માં જેમ પોર્ટલ પર ટેન્ડર બહાર પાડેલ હોય જે ટેન્ડર ઉમા એન્ટરપ્રાઈઝના નામે મંજુર થયું હતું અને ટેન્ડરની રકમ રૂ.5.44 કરોડથી વધુનું આ ટેન્ડરની મુદ્દત એક વર્ષ માટે લંબાવવા માટે આ બંને જણાએ સિકયોરીટી ડીપોઝીટ તરીકે રૂ.27.23 લાખની બેંક ગેરંટી જમા કરાવવાની હોવાથી આ બંને જણાએ ઈરાદા પુર્વક બનાવટી બેંક સિકયોરીટી ડીપોઝીટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હોવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ગામ વિકાસ એજન્સીના મદદનીસ પ્રાયોજના અધિકારીએ સોમવારે બંને વિરૂધ્ધ હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

ઉમા એન્ટરપ્રાઇઝના આશિષ-મીકુલ પટેલ સામે કાર્યવાહી

આ અંગે મદદનીસ પ્રાયોજના અધિકારી મહેશ સોમાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2026માં એજન્સીને આઉટસોર્સથી માનવબળની સેવાઓ પુરી પાડવા માટે આશિષ રમેશભાઈ પટેલ અને મિકુલ રમેશભાઈ પટેલે ઉમા એન્ટરપ્રાઈઝના સંચાલકો હોવાને નાતે વર્ષ 2024માં તેમનું ટેન્ડર મંજુર થયું હતું જે ટેન્ડરની રકમ અંદાજે રૂ.5,44,72,799ની ૨કમ થતી હતી અને તે આધારે કરાર કરી ગામ વિકાસ એજન્સીએ કામ આપ્યું હતું પરંતુ ગમે તે કારણસર ટેન્ડરનો સમય પૂર્ણ થતાં એક વર્ષ લંબાવવા માટે હુકમ કરાયો હતો. ત્યારબાદ આશિષ પટેલ અને મિકુલ પટેલે ટેન્ડરની રકમના પાંચ ટકા લેખે સિક્યોરીટી ડીપોઝીટ તરીકે અંદાજે રૂ.27,23,939ની બેંક ગેરંટી જમા કરાવવાની નિયમમાં જોગવાઈ હતી.  

ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીએ નોંધાવી ફરિયાદ

જેથી આ બંને જણાએ ગુનાહિત કાવતરૂ રચીને ગામ વિકાસ એજન્સી હિંમતનગરની કચેરીમાં ઠગાઈ કરવાના ઈરાદે ઉમા એન્ટરપ્રાઈઝ ગાંધીનગર બેંક ગેરંટીનં.008GT59982365491 મુજબ બનાવટી બેંક સિક્યોરીટી ડીપોઝીટ બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો જે ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં જમા કરાવી દીધો હતો.તે પછી તપાસ થતાં આ બંને જણાએ ખોટી રીતે બેંક ગેરંટીના દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યા બાદ મદદનીસ પ્રાયોજના અધિકારી મહેશ પટેલે ગત તા.8 મે 2026ના રોજ બનેલા ગુનાને આધાર ગણીને સોમવારે આ બંને વિરૂધ્ધ હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી