સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. હિંમતનગરના બળવંતપુરા પાસે અસારવાથી ઉદયપુર જતી ટ્રેનની અડફેટે આવી જવાથી 17 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જેને કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

વીર ભૂમિ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી યુવતી

પ્રાપ્ત વિગતો અનુસાર, અસારવાથી ઉદયપુર જતી વીર ભૂમિ એક્સપ્રેસ ટ્રેન જ્યારે હિંમતનગરના બળવંતપુરા પાસેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી મિસ્ત્રી ધ્રુવી અલ્પેશકુમાર નામની 17 વર્ષીય યુવતી અચાનક આ ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

Sabarkantha News: Nursing Student Dies After Being Hit by Train Near Himmatnagar

ઘટના સ્થળેથી મળેલા આઈકાર્ડ દ્વારા થઈ ઓળખ

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક યુવતી જલારામ મંદિર વિસ્તારમાં રહેતી હતી અને નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. ઘટના સ્થળેથી યુવતીનું આઈકાર્ડ અને બેગ મળી આવ્યા હતા, જેના આધારે તેની તરત જ ઓળખ થઈ શકી હતી.

Sabarkantha News: Nursing Student Dies After Being Hit by Train Near Himmatnagar

પરિવારમાં આક્રંદ અને રેલવે પોલીસની તપાસ

યુવતીના અચાનક અને આકસ્મિક મોતને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબ્જે કરીને પોસ્ટ મોર્ટમ તેમજ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: Sabarkantha News: મોડી રાત્રે ખેડબ્રહ્મા અને ઈડરમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો