સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કાંકણોલ પાસે દૂધ ભરેલું ટેન્કર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. ટેન્કરમાં અંદાજે 8,000 લીટર દૂધ ભરેલું હતું. ટેન્કરમાંથી દૂધ લીકેજ થતાં રસ્તા પર ઢોળાયું હતું. દૂધ ઢોળાતાં જ આસપાસના લોકો તેને લેવા માટે દોડી આવ્યા હતા અને સ્થળ પર પડાપડીના દૃશ્યો જોવા મળ્યા હતા.
લીકેજ થતાં રસ્તા પર દૂધની રેલમછેલ
પ્રાથમિક વિગતો મુજબ, ટેન્કરમાં સાબરડેરીનું દૂધ ભરેલું હતું. ટેન્કર પલટી જતાં દૂધનું લીકેજ શરૂ થયું અને મોટી માત્રામાં દૂધ રસ્તા પર વહી ગયું હતું. દૂધ લેવા માટે લોકો એકઠા થતાં ઘટનાસ્થળે ભીડ જામી હતી.
