ગુજરાતના જસદણ (Jasdan) ના ચોટીલા રોડ (Chotila Road) પર પોલારપર ગામના પાટિયા (Polarpar Village Patia) નજીક ગમખ્વાર અકસ્માત (Fatal Accident) સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બાઈક (Bike) અને બોલેરો પીકઅપ વાન (Bolero Pickup Van) વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બાઈક સવાર પતિ-પત્નીના મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
જસદણની ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા
અકસ્માત બાદ 108 દ્વારા બંને પતિ-પત્નીને જસદણની ખાનગી હોસ્પિટલ (Private Hospital in Jasdan) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ મુક્તાબેન લાલજીભાઈ વાસિયા (Muktaben Laljibhai Vasiya) અને લાલજીભાઈ બચુભાઈ વાસિયા (Laljibhai Bachubhai Vasiya) તરીકે થઈ છે, જેઓ ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા (Mahuva) તાલુકાના ડુડસ (Dudas) ગામના રહેવાસી હતા.
