પવિત્ર જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા શહેરના પ્રજાજનો માટે ભવ્ય લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના તહેવારને લઈને જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બાળકો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદમય બની ગયું હતું.
ધારાસભ્ય જયેશ રાદડિયાનો દેશી અંદાજ
મેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ, મનોરંજનના સાધનો અને વિવિધ આકર્ષક રાઇડ્સ લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.લોકમેળાની રોનક વધારવા માટે જેતપુર-જામકંડોરણા વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પોતાના સમર્થકો અને પક્ષના હોદ્દેદારો સાથે મેળામાં પહોંચ્યા હતા. તેમણે સામાન્ય નાગરિકની જેમ મેળામાં ફરીને વિવિધ રાઇડ્સમાં બેસી અનોખા અંદાજમાં લોકમેળાની મોજ માણી હતી.
