જેતપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જેતપુરના જૂનાગઢ રોડ વિસ્તારમાં આવેલા શિવમપાર્કમાં રહેતા 35 વર્ષીય યુવક અમિત શુકલાએ અચાનક પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. વહેલી સવારે જ્યારે આ ઘટનાની જાણ પરિવારજનો અને આસપાસના લોકોને થઈ ત્યારે સોસાયટીમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાને પગલે પરિવારના સભ્યોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.


સીટી પોલીસે તપાસનો દોર સંભાળ્યો

આ ઘટનાની તાત્કાલિક જાણ કરાતા જેતપુર સીટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક અમિત શુકલાના દેહને પંચનામું કરીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ (PM) ની વિધિ માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.

આપઘાત પાછળનું અસલી કારણ જાણવા તપાસ 

પ્રાથમિક દ્રષ્ટિએ આ આપઘાતનો મામલો હોવાનું સામે આવ્યું છે, પરંતુ યુવકે કયા ડિપ્રેશન, આર્થિક તંગી કે કયા પારિવારિક કારણોસર આ જીવન ટૂંકાવ્યું છે તેનો ખુલાસો હજી સુધી થઈ શક્યો નથી. જેતપુર પોલીસે મૃતકના મોબાઈલ ડિટેઇલ્સ અને પરિવારના સભ્યોના નિવેદનો નોંધીને આપઘાત પાછળનું અસલી કારણ જાણવા માટેની તપાસ ઊંડાણપૂર્વક શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: અમી કૃપા સોસાયટીમાં જર્જરિત બાલકનીનો ભાગ ધડાકાભેર ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

  • Follow us on: