જુનાગઢની સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં હોસ્પિટલનો એક કર્મચારી જાહેર સ્થળે નમાઝ અદા કરતો જોવા મળી રહ્યો છે. ચાલુ ફરજ દરમિયાન નમાઝ પઢતો આ વીડિયો કેમેરામાં કેદ થઈ ગયા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિકો અને દર્દીઓમાં ભારે ચર્ચા જાગી છે.
દવાબારીના કર્મચારીનો ચાલુ ફરજે નમાઝ પઢતો વીડિયો
મળતી વિગતો અનુસાર, જાહેર સ્થળે નમાઝ અદા કરનાર આ યુવક સિવિલ હોસ્પિટલની દવાબારી વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી છે. તેણે હોસ્પિટલ પરિસરમાં જ પોતાની ડ્યુટીના સમય દરમિયાન નમાઝ અદા કરી હતી. ચાલુ ફરજે આ પ્રકારે ધાર્મિક ક્રિયા કરવાના વીડિયોએ વિવાદ સર્જ્યો છે.
