ગુજરાતની શાન અને એશિયાભરમાં માત્ર જૂનાગઢના ગીરમાં જોવા મળતા એશિયાટિક સિંહોનો એક રોયલ વીડિયો હાલ વન્યજીવ પ્રેમીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે વેકેશન પિરિયડ (બંધ) જાહેર કરતું હોય છે, જેથી જંગલની અંદર વાહનોની અવરજવર અને માનવ હાજરી નહિવત થઈ જાય છે. શાંત થયેલા આ જંગલમાં હવે વનરાજો પોતાની મસ્તીમાં રાજાશાહી ઠાઠથી ફરતા જોવા મળી રહ્યા છે.

જંગલના કાચા રસ્તા પર સિંહ દરબાર ભરાયો

સામે આવેલા અદભુત વીડિયોમાં જોઈ શકાય છે કે, વરસાદી ઝાપટાં બાદ ખીલેલી લીલીછમ વનરાજી વચ્ચે જંગલના એક કાચા રસ્તા પર ૪ થી ૫ સિંહોનું ટોળું એકઠું થયું છે. આ સિંહ પરિવાર રસ્તાની વચોવચ અત્યંત શાંતિથી બેઠેલો છે. કુદરતના ખોળે સર્જાયેલા આ અદભુત નજારામાં સિંહો એકબીજાના મોઢા ચાટીને અને ગેલ-ગમ્મત કરીને અગાધ વહાલ વરસાવી રહ્યા છે. સિંહોનો આવો માયાળુ અને શાંત અંદાજ બહુ ઓછી વાર કેમેરામાં કેદ થતો હોય છે.

સોશિયલ મીડિયા પર વીડિયો ધૂમ મચાવી રહ્યો છે

આ વીડિયો વન વિભાગના કોઈ કર્મચારી અથવા ટ્રેકરે પોતાની ફરજ દરમિયાન દૂરથી કાળજીપૂર્વક શૂટ કર્યો હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ થતાની સાથે જ આ વીડિયોને હજારો લાઈક્સ અને શેર મળી ચૂક્યા છે. લોકો કમેન્ટ્સમાં લખી રહ્યા છે કે, "ગીરના રાજાનો આવો અંદાજ માત્ર ગુજરાતમાં જ જોવા મળી શકે." ચોમાસાના આ દિવસોમાં ગીરના સિંહો રેડિયો કોલર અને વન વિભાગની સઘન દેખરેખ હેઠળ સંપૂર્ણ સુરક્ષિત રીતે પ્રકૃતિની મજા માણી રહ્યા છે.

આ પણ વાંચો:  Bharuch Rain: હંસોટ અને નેત્રંગમાં પવન સાથે 1-1 ઇંચ વરસાદ, વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો હરખાયા