જૂનાગઢના ગીર સફારી રૂટના દેવા ડુંગર વિસ્તારમાં પ્રવાસીઓને જંગલનો અત્યંત રોમાંચક નજારો જોવા મળ્યો હતો, જ્યાં જંગલની રાણીના પંજામાંથી ફરી શિકાર છટક્યો હતો. જંગલી ભૂંડનો શિકાર કરવામાં સિંહણ નિષ્ફળ રહેતા પ્રવાસીઓએ કુદરતનો આ અનોખો ખેલ નજરે નિહાળ્યો હતો.
સિંહણના હાથમાંથી ભૂંડ છટકી ગયું
પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સફારી દરમિયાન પ્રવાસીઓ દેવા ડુંગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.સિંહણે જંગલી ભૂંડનો શિકાર કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પોતાના નિશાનમાં સફળ રહી ન હતી.ચપળતા વાપરીને સિંહણના હાથમાંથી ભૂંડ છટકી ગયું હતું અને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યું હતું.
