પવિત્ર ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય તે પહેલા જ જૂનાગઢમાં ભક્તજનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. પરિક્રમાના વિધિવત પ્રારંભ અગાઉ જ ઇટવા ગેટ અને ભવનાથ તળેટી વિસ્તાર શ્રદ્ધાળુઓથી સંપૂર્ણપણે ઉભરાઈ ગયો છે. લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તોને કારણે બેસવા અને સૂવાની જગ્યા પણ ખૂટી પડી છે અને ચારેય તરફ ભક્તજનોની ભીડ જ જોવા મળી રહી છે.

મધ્યરાત્રિએ પરિક્રમાનો ગેટ ખોલવા શ્રદ્ધાળુઓની જોરદાર માગ

પરિક્રમાના નિયમ મુજબ સામાન્ય રીતે વિધિવત પ્રારંભના એક દિવસ અગાઉ ગેટ ખોલવામાં આવતો હોય છે, પરંતુ આ વર્ષે વહેલી તકે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હોવાથી, આજે મધ્યરાત્રિના જ પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવે અને ભક્તોને વહેલો પ્રવેશ આપવામાં આવે તેવી જોરદાર માગ ઉઠી છે. પરિક્રમાર્થીઓ દ્વારા તંત્ર સમક્ષ વહેલા પ્રવેશ માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે.

Junagadh News Huge Crowds at Itwa Gate Ahead of Girnar Lili Parikrama (1)

તંત્ર દ્વારા સ્થિતિ પર નજર અને વ્યવસ્થા

શ્રદ્ધાળુઓની આ અપ્રતિમ ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ સતર્ક બન્યા છે. ભક્તોની સુરક્ષા, આરામ અને સુવિધા માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી લાખોની સંખ્યામાં આવેલા પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આગામી સમયમાં ગેટ ખોલવા અંગે સત્તાવાર નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

Junagadh News Huge Crowds at Itwa Gate Ahead of Girnar Lili Parikrama (2)


આ પણ વાંચો: Junagadhના GIDC વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના, પિતાના જ વાહન નીચે કચડાઈ 3 વર્ષની બાળકીનું મોત