જૂનાગઢ ખાતે યોજાતી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમામાં આ વર્ષે દર વર્ષની સરખામણીએ પરિક્રમાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પ્રશાસન દ્વારા પરિક્રમા રૂટ પર પાણી અંગે આપવામાં આવેલી ચેતવણીની સીધી અને મોટી અસર યાત્રિકોની અવરજવર પર પડી છે, જેના પરિણામે આ વર્ષે ગિરનારની પરિક્રમા કરવા માટે માત્ર 7 લાખ ભાવિકો જ આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો 

મળતી વિગતો અનુસાર, દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા પાણીની અછત અને વ્યવસ્થા અંગે અપાયેલી ચેતવણીના પગલે શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટીને માત્ર 7 લાખ સુધી સીમિત રહી છે.પરિક્રમા રૂટ પર યાત્રિકોનો ધસારો ઓછો રહેવાના કારણે સેવાભાવી સંસ્થાઓ અને આયોજકો દ્વારા એક દિવસ વહેલા અન્નક્ષેત્ર સંકેલી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાધુ-સંતોએ પણ ઓછી ભીડની વાત સ્વીકારી

આ વર્ષે પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી રહી હોવાની વાતનો સાધુ-સંતોએ પણ સ્વીકાર કર્યો છે. પરિક્રમા પૂર્ણ થવા આવતા અને જંગલ વિસ્તારમાં ભીડ ઓછી થઈ જતાં હવે સાધુ-સંતોએ પણ ગિરનાર તળેટી અને પરિક્રમા રૂટ પરથી પોતાના આશ્રમ તરફ જવા માટે રવાના થવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: Junagadh: રાજ્યના 5 સફારી પાર્કમાં 80 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, વન વિભાગને 1.59 કરોડથી વધુની આવક