જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના 1008 અધ્યક્ષ અને મહામંડલેશ્વર સ્વીટુ માતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો શિવગિરી નામના સાધુ દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જે ઘટનાને અંજામ આપ્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હુમલો કરનાર આરોપી શિવગિરી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ફરાર થયેલા શિવગીરી નામના સાધુને પકડવા સઘન તપાસ શરૂ કરી છે. બીજી તરફ ભવનાથમાં ફરીવાર શિવગીરીએ દબાણ કરતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી
જૂનાગઢના ભવનાથમાં ગેરકાયદેસર દબાણ ફરી ઊભું થવાના મામલે સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અગાઉ પણ તંત્ર દ્વારા શિવગીરી દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ સામે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.અગાઉ ડિમોલેશન કરાયું હોવા છતાં ભવનાથ ક્ષેત્રમાં શિવગીરી દ્વારા ફરીથી દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું.આ બાબતે તંત્રનું ધ્યાન દોરાતાં જ તંત્રની ટીમો સક્રિય બની હતી અને ભવનાથમાં શિવગીરીનું આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.આ ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી તમામ ઘરવખરી ટ્રેક્ટરમાં ભરીને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન ખાતે ખસેડાઈ હતી.
