જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભારે ફફડાટ ફેલાયો છે. પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કિલ્લો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓને કિલ્લાની અંદર પ્રવેશવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

દીપડો દેખાતા પ્રવાસીઓમાં ભય

ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે આવેલા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તાત્કાલિક પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.

વન વિભાગનું સર્ચ ઓપરેશન

દીપડાની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમો કિલ્લા પરિસરમાં પહોંચી ગઈ છે. દીપડાની શોધખોળ માટે કિલ્લાની અંદર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વન વિભાગની ટીમો કિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી રહી છે.

કિલ્લાની બહાર પોલીસ બંદોબસ્ત

પ્રવાસીઓ કિલ્લામાં પ્રવેશ ન કરે તે માટે ઉપરકોટ કિલ્લાની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અને વન વિભાગની ટીમો સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

દીપડો પકડાય ત્યાં સુધી પ્રવેશ બં

હાલ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વન વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાની ચોક્કસ હાજરી અને તેની હિલચાલ અંગે વધુ માહિતી સામે આવવાની શક્યતા છે. દીપડાને શોધી સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં ન આવે ત્યાં સુધી પ્રવાસીઓ માટે ઉપરકોટ કિલ્લો બંધ રહેશે.  


આ પણ વાંચો   :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video