નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડે ભારે તબાહી મચાવી છે. તિબેટ સરહદ નજીકના વિસ્તારોમાં મોટા-મોટા મકાનો, વાહનો અને સ્ટ્રક્ચર પાણી અને કાદવના પ્રવાહમાં તણાઈ ગયા છે. પરંતુ આ વિનાશ વચ્ચે એક બે માળનું મકાન અડીખમ ઊભું રહ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભયાનક પૂર વચ્ચે બચી ગયેલા આ મકાનને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
આખું ગામ તણાયું, ઘર બચી ગયું
નેપાળના તિબેટ સરહદ નજીક આવેલા એક ગામમાં 26 ઓગસ્ટે અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું હતું. પૂરના પાણી સાથે કાદવ, પથ્થરો અને કાટમાળનો ધસમસતો પ્રવાહ આવ્યો હતો. આ પ્રવાહમાં ગામના અનેક મકાનો અને વાહનો તણાઈ ગયા, પરંતુ એક મકાન આ વિનાશ વચ્ચે પણ પોતાની જગ્યાએ ઊભું રહ્યું.
ઘરની બાલ્કનીમાં પરિવાર ફસાયો
વાયરલ વીડિયોમાં પૂર વચ્ચે બે માળનું મકાન દેખાઈ રહ્યું છે. તેની આસપાસ પાણી, કાદવ અને કાટમાળનો જોરદાર પ્રવાહ જોવા મળે છે. મકાનની બીજી માળની બાલ્કનીમાં પરિવારના ઓછામાં ઓછા 3 લોકો ફસાયેલા જોવા મળે છે. આસપાસથી મોટા પથ્થરો, કાટમાળ અને એસ્બેસ્ટોસની શીટ્સ ધસમસતા પ્રવાહ સાથે આવીને મકાન સાથે અથડાઈ રહી હતી.
https://twitter.com/rishibagree/status/2093285606462050481
ઈજનેરની કામગીરીની પ્રશંસા
પૂરનો પ્રચંડ પ્રવાહ હોવા છતાં મકાન અડીખમ રહેતા સોશિયલ મીડિયા પર તેની મજબૂતીની ચર્ચા શરૂ થઈ છે. લોકો મકાનની ડિઝાઇન અને બાંધકામ કરનાર ઈજનેરની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો આ મકાન બનાવનાર ઈજનેરને પુરસ્કાર આપવાની માંગ પણ કરી છે.
પૂર ઓસરી ગયા પછીના વીડિયોમાં પણ ચમત્કાર
કાટમાળમાં ફસાયેલા ઘરના અને પછી પૂર ઓસરી ગયા પછીના વીડિયો સામે આવ્યા છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે ઘરનો નીચેનો માળ સંપૂર્ણપણે કાટમાળમાં ડૂબી ગયો હતો. સોશિયલ યુઝર્સ તેને આ પૂર વચ્ચે થયેલા ચમત્કાર તરીકે ગણાવી રહ્યા છે. આ ઘરમાં રહેતો પરિવાર બચી ગયો, જે એક મોટી રાહત છે.
https://twitter.com/gummibear737/status/2093265331586265110
રસુવામાં સૌથી વધુ તબાહી
નેપાળના રસુવા જિલ્લામાં તિબેટ સરહદ નજીક ભોટે કોશી નદીમાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે. અનેક વિસ્તારોમાં મકાનો, વાહનો અને અન્ય માળખાં પાણીમાં તણાઈ ગયા છે. ભારે પ્રવાહને કારણે મૃતદેહો પણ ચિતવન સુધી પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે.
489 લોકોના મોતની પુષ્ટિ
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર પૂર અને કુદરતી આફત બાદ અત્યાર સુધી 626 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે લાપતા લોકોમાં સૌથી વધુ 320 ભારતીય નાગરિકો હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ નેપાળ અને તિબેટમાં રાહત તથા બચાવ કામગીરીના સંકલનને લઈને ચીનમાં પણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?