ગીર અને જૂનાગઢ આસપાસના સીમ વિસ્તારોમાં ગેરકાયદેસર સિંહ દર્શન (લાયન શો) ની પ્રવૃત્તિઓ રોકવા વન વિભાગ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. તેવામાં જૂનાગઢ તાલુકાના પ્લાસ્વા ગામની સીમમાંથી રાત્રિના સમયે સિંહોની પાછળ વાહનો અને ટોર્ચ લાઈટ કરીને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાનો ખેલ સામે આવ્યો હતો.
ગેરકાયદેસર સિંહ દર્શન કરવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું
પ્લાસ્વા ગામના સ્થાનિક જાગૃત ગ્રામજનોના ધ્યાને આ બાબત આવતાં જ તેમણે વિલંબ કર્યા વિના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ અંગે સત્તાવાર રજૂઆત અને જાણ કરી હતી. ગ્રામજનોની ચોક્કસ બાતમીના આધારે વન વિભાગની ટીમો તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી અને પ્લાસ્વાની સીમમાં સરપ્રાઈઝ કૉમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.વન વિભાગની ટીમે સીમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે સિંહોની પજવણી કરી દર્શન કરાવતા અને કરતા ગામના જ સાત યુવાનોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
