જૂનાગઢ જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વંથલીથી માણાવદર તરફ જતા મુખ્ય હાઇવે પર આવેલા બંટીયા ફાટક નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
બંટીયા ફાટક નજીક અકસ્માત
મળતી માહિતી મુજબ, હાઇવે પરથી પસાર થઈ રહેલી બે મોટરસાયકલ વચ્ચે અચાનક ધડાકાભેર અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
1 બાઇકચાલકનું નીપજ્યું મોત
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.બનાવ અંગે સ્થાનિકો દ્વારા તુરંત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબ્જે કરી પંચનામું હાથ ધર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના પગલે હાઇવે પર થોડીવાર માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.
આ પણ વાંચો: Palitana: ગૂગલ મેપથી લોકેશન શોધી મંદિર લૂંટતા 2 તસ્કર પકડાયા, 11 ગુનાનો ભેદ ઉકેલાયો