નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશાના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરતા ખેડા-નડિયાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. LCBની ટીમે લીંબાસી વિસ્તારના માતર તાલુકાના નધાનપુર ગામે દરોડો પાડીને કોડેઈન યુક્ત કફ સીરપની 221 બોટલો ઝડપી પાડી છે.
માતરના નધાનપુર ગામે રહેણાંક મકાનમાંથી ₹93,758નો મુદ્દામાલ જપ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર, LCB ખેડા-નડિયાદની ટીમે ચોક્કસ બાતમીના આધારે માતર તાલુકાના નધાનપુર ગામે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન મકાનમાંથી PHENCOF કંપનીની 100 MLની કોડેઈન યુક્ત કફ સીરપનો ગેરકાયદેસર જથ્થો (કુલ 221 બોટલો) મળી આવ્યો હતો.પોલીસે કફ સીરપની 221 બોટલો સહિત એપલ કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ ₹93,758નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સ્થળ પરથી LCBએ આરોપી રાજેશકુમાર ઉર્ફે રાજુ રામાભાઈ પરમાર (રહે. નધાનપુર, તા. માતર)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
