ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. ચોમાસાના પ્રથમ વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે.


કઠલાલ અને મહુધા પંથકમાં મેઘમહેર

ખેડા જિલ્લાના કઠલાલ અને મહુધા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાના આગમનથી સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. 

રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને લોકોએ ગરમીથી બચવા વરસાદની મજા માણી હતી.


ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

ચોમાસાની વિધિવત શરૂઆત થતાં જ સૌથી વધુ ખુશી ખેડૂતોમાં જોવા મળી રહી છે. કૃષિ કાર્ય માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થશે, જેથી ખેડૂતો હવે વાવણીના કામોમાં જોતરાશે. 


પ્રથમ વરસાદે જ જિલ્લાના વાતાવરણને પલટી નાખ્યું છે, અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ પડશે તેવી આશા સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Kheda News: કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા વિરુદ્ધ આપઘાત કરનાર યુવકના પિતાએ કર્યો ગંભીર આક્ષેપ


  • Follow us on: