મહેસાણા જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઇવે પર આવેલા અરઠી પાટિયા નજીક બે મોટરસાઇકલ વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં બંને બાઇક પર સવાર કુલ 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ અરઠી ગામના સરપંચ તથા નિવૃત્ત DySP એમ.ડી. ચૌધરી સહિતના સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.
સતલાસણા હાઇવે પર ભીર અકસ્માત
ઘટનાની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તમામ 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા હતા, જ્યાં તબીબો દ્વારા તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ઈજાગ્રસ્તોના પરિવારજનો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ખેરાલુ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
