અંજાર તાલુકાના અજાપર ગામ નજીક આવેલી પ્લાયવુડ ફેક્ટરી પાસે બેકાબૂ ટ્રક અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં બાઇક પર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જેના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

ટ્રક અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત

અંજાર તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અંજારના અજાપર ગામ નજીક આવેલી પ્લાયવુડ ફેક્ટરી પાસે એક પૂરઝડપે આવતી બેકાબૂ ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઇક વચ્ચેની આ ટક્કર એટલી ભયાનક હતી કે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.

બાઇક સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત

આ ભયાનક અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ યુવકોને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. એકસાથે ત્રણ આશાસ્પદ યુવકોના અકાળે અવસાન થવાના કારણે સમગ્ર અજાપર પંથકમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતની જાણ થતાં જ અંજાર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી તથા વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:Dakor: VIP દર્શનના વિવાદ વચ્ચે મોરારીબાપુ પહોંચ્યા ઠાકોરજીના શરણે, કઠેરા બહારથી સાદગીપૂર્વક કર્યા રણછોડરાયજીનાં દર્શન