કચ્છ જિલ્લાના અંજાર GIDC વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંજાર GIDCમાં આવેલી એક જાણીતી કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

પ્લાયવુડ કંપનીમાં લાગી આગ

મળતી માહિતી અનુસાર, અંજાર GIDCમાં આવેલી 'રિલે પાર્ટીકલ પ્રાઇવેટ લિમિટેડ' નામની પ્લાયવુડ બનાવતી કંપનીમાં આ આગ લાગી છે. કંપનીમાં પ્લાયવુડ અને લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગ જોતજોતામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી. દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોવા મળ્યા હતા.

ફાયર ફાઇટરો ઘટના સ્થળે

ઘટનાની જાણ થતાં જ અંજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. હાલમાં બે ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટેના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે, કેમ તે અંગેની વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે.


આ પણ વાંચો - Kutchમાં લુપ્તપ્રાય ઘોરાડના બચ્ચાએ સફળતાપૂર્વક 40 દિવસ પૂર્ણ કર્યા, પ્રજાતિ માટે મળી સંજીવની