કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાંથી આગની લાગવાની ઘટના સામે આવી છે. ભુજના અત્યંત વ્યસ્ત ગણાતા હોસ્પિટલ રોડ પર આવેલી જાણીતી 'વાઈબલ હોસ્પિટલ'માં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફમાં ઘડીભર માટે ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
એર કંડિશનરમાં જોરદાર બ્લાસ્ટ થતાં લાગી આગ
પ્રાપ્ત વિગતો અનુસાર, વાઈબલ હોસ્પિટલમાં અચાનક એર કંડિશનરમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે જોરદાર બ્લાસ્ટ થયો હતો. શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજના લીધે થયેલા આ બ્લાસ્ટ બાદ હોસ્પિટલના પરિસરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગતાની સાથે જ તાત્કાલિક સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.













