સાયબર ફ્રોડ અને બેંક ખાતાઓનો ગેરકાયદેસર ઉપયોગ કરનારી ગેંગ્સ સામે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ‘મ્યૂલ હન્ટ’નામનું ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન સાયબર ક્રાઇમ શાખાને રૂ. 32.62 કરોડના મોટો સાયબર સ્કેમ ટ્રેસ કરવામાં સફળતા મળી છે.
પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમે સ્કેમ ટ્રેસ કર્યું
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સામાન્ય નાગરિકો કે ભાડૂતી વ્યક્તિઓના નામે અલગ-અલગ બેંકોમાં ઈન્ડિવિજ્યુઅલ અને કરન્ટ એકાઉન્ટ્સ ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સનો ઉપયોગ ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન્સમાં ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલા નાણાંની ગેરકાયદેસર હેરફેર માટે કરવામાં આવતો હતો.ટેકનિકલ સર્વેલન્સ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ બાદ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમે કૌભાંડમાં સામેલ 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
