કચ્છના ગાંધીધામ ખાતે આવેલી જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દી ભરત પાતારારીયાના મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીની સારવારનો મેડિકલ રિપોર્ટ આપીને હોસ્પિટલ કે તેના તબીબોની કોઈ પણ પ્રકારની બેદરકારી ન હોવાનો સત્તાવાર જવાબ આપવામાં આવ્યો છે. હોસ્પિટલના આ દાવા બાદ મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

હોસ્પિટલના ખુલાસાથી પરિવાર અને સમાજમાં ભારે ઉગ્રતા

સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા બેદરકારી ન હોવાનું જણાવીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કરીને મૃતક ભરત પાતારારીયાના વાલીઓ અને સમાજના લોકો અત્યંત ઉગ્ર બન્યા છે. પરિવારજનોનું માનવું છે કે, હોસ્પિટલની ગંભીર બેદરકારી અને ખોટી સારવાર પદ્ધતિના કારણે જ યુવાન દર્દીનું મોત નીપજ્યું છે. આ અહેવાલ સામે આવતા જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને હોસ્પિટલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.


ડોક્ટરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કાનૂની કાર્યવાહી શરૂ

હોસ્પિટલ પ્રશાસનના વલણથી અસંતુષ્ટ બનેલા મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓએ હવે ન્યાય મેળવવા માટે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. આ મામલે સંબંધિત જવાબદાર ડોક્ટર્સ અને હોસ્પિટલ વહીવટી તંત્ર સામે ફોજદારી ગુનો અને પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની સત્તાવાર કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને લઈને ગાંધીધામ પંથકમાં ચકચાર મચી ગઈ છે.



https://x.com/sandeshnews/status/2125650974404702272?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2125650974404702272%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


આ પણ વાંચો: Kutchમાં વધુ એક રક્તરંજિત અકસ્માત, ઢોરા ગામ પાસે ટ્રક-ટ્રેક્ટરની ટક્કરમાં 3 લોકોના મોત