ગુજરાતના કચ્છ (Kutch) જિલ્લાના માર્ગો પર વધુ એકવાર રક્તરંજિત અકસ્માત (Bloody Accident) સર્જાયો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હાજીપીર રોડ (Hajipir Road) પર આવેલા ઢોરા ગામ (Dhora Village) પાસે એક ટ્રક (Truck) અને ટ્રેક્ટર (Tractor) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.
અગાઉ અંજારના અજાપર પાસે પણ સર્જાયો હતો અકસ્માત
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કચ્છ જિલ્લામાં આવી જ એક દર્દનાક અકસ્માતની ઘટના બની ચૂકી છે. અંજાર (Anjar) તાલુકાના અજાપર (Ajapar) પાસે ટ્રક અને બાઇક (Bike) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ યુવકો (3 Youths) ના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા, જે મામલે અંજાર પોલીસ (Anjar Police) દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
