ગુજરાતના વડોદરા (Vadodara) જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ (Chandod) ખાતે નર્મદા નદી (Narmada River) માં પાંચ લોકો ડૂબવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દેવદિવાળી (Dev Diwali) ના પવિત્ર પર્વે ચાંદોદ ફરવા આવેલા પર્યટકો નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા, તે દરમિયાન અચાનક પાંચ લોકો (5 People) ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નદીમાં પર્યટકો ડૂબવા લાગતા ઘાટ પર હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
નાવિકોની સતર્કતાથી આબાદ બચાવ
આ કપરા સમયે સ્થાનિક નાવિકો (Boatmen) પર્યટકો માટે દેવદૂત બનીને આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નાવિકોએ ભારે સતર્કતા દાખવી હતી અને પોતાના જીવના જોખમે નર્મદા નદીમાં ઉતરીને ડૂબી રહેલા પાંચેય લોકોનું રેસ્ક્યુ (Rescue) હાથ ધર્યું હતું. નાવિકોની હિંમત અને ત્વરિત કામગીરીને કારણે ઊંડા પાણીમાં ગરકાવ થયેલા પાંચેય પર્યટકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા, જેનાથી તેમનો આબાદ બચાવ થયો હતો.
