ગુજરાતના સાંસ્કૃતિક વૈભવ સમાન કચ્છ પંથકમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસથી કચ્છી નવા વર્ષનો મંગલ પ્રારંભ થયો છે. કચ્છી માડુઓ માટે વર્ષનો આ સૌથી મોટો અને ઉત્સાહભર્યો દિવસ ગણાય છે. આ ખાસ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી કચ્છવાસીઓ માટે સ્નેહભર્યો સંદેશો પાઠવ્યો છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમને કચ્છ અને કચ્છી પ્રજા પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે, જે આજે ફરી એકવાર સાબિત થયો છે.
કચ્છી માડુઓને પીએમ મોદીની શુભકામના!
https://twitter.com/narendramodi/status/2077577841626255872
કચ્છી નવા વર્ષનો મંગલ પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની વર્ષો જૂની પરંપરાને બરકરાર રાખતા આ વર્ષે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શુદ્ધ કચ્છી ભાષામાં જ પોસ્ટ કરીને નવા વર્ષની શુભકામનાઓ આપી છે. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, અષાઢી બીજના આ પાવન અવસરે દેશ અને દુનિયાના ખૂણે-ખૂણે વસતા તમામ કચ્છી ભાઈ-બહેનોને કચ્છી નવા વર્ષની લાખ-લાખ વધામણી. નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, અખંડ સમૃદ્ધિ, પ્રગતિની નવી ઊંચાઈઓ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના છે.
વડાપ્રધાનનો કચ્છવાસીઓ માટે સ્નેહભર્યો સંદેશો
વડાપ્રધાન દ્વારા કચ્છી ભાષામાં આપવામાં આવેલી આ શૈલી સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે અને સ્થાનિક કચ્છી પ્રજા પણ પીએમ મોદીના આ આદરભાવથી અત્યંત પ્રભાવિત અને ખુશ જોવા મળી રહી છે. કચ્છના ભુજ, અંજાર, માંડવી અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આજે અષાઢી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાનનો આ સંદેશ ઉત્સાહ વધારનારો સાબિત થયો છે.
આ પણ વાંચો: Surat: યુએઈ નિયમ ભંગ બદલ 60 ભારતીય શ્રમિકોનો દેશનિકાલ, સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા તમામ મુસાફરો સુરત એરપોર્ટ પહોંચ્યા