મહીસાગર જિલ્લાની ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના સ્થાનિક રાજકારણમાં અચાનક મોટો ભૂકંપ સર્જાયો છે, કારણ કે નગરપાલિકાના કાઉન્સિલરોમાં વર્તમાન પ્રમુખ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને સત્તા પલટાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.
પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત અને વોટ્સએપ નોટિસ
લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ કુમાર પટેલ સામે 11 જેટલા અસંતુષ્ટ સભ્યોએ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટેની માંગણી કરી છે. આ સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને વોટ્સએપના માધ્યમથી સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં પ્રમુખ સામેનો વિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

