મહીસાગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અને ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો પર થતી ગેરરીતિઓને ડામવા માટે વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા જિલ્લાની જનતા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જેનાથી સામાન્ય નાગરિકો હવે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સીધો અવાજ ઉઠાવી શકશે.
ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો પર અનિયમિતતાઓ સામે લાલ આંખ
ઘણીવાર ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો પર નિયત કરતા વધુ ભાવ વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને નાયબ કલેક્ટર એસ. ટી. મકવાણા દ્વારા દુકાનદારો અને સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ગેરકાયદે નાણાની માંગણી અને સ્ટેમ્પ ચોરી પર સીધી નજર
રજિસ્ટ્રેશન કચેરીઓમાં થતી ગેરકાયદે નાણાંની માંગણી તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ચોરી જેવી ગેરરીતિઓને રોકવા માટે હવે નાગરિકો સીધી અને ગુપ્ત રીતે પોતાની ફરિયાદો પહોંચાડી શકશે. આનાથી ભ્રષ્ટાચાર આચરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ગુપ્ત માહિતી આપવા માટેનો હેલ્પલાઇન નંબર
મહીસાગરના નાયબ કલેક્ટર એસ. ટી. મકવાણા દ્વારા જનતાના હિતમાં 8799463682 નંબર જાહેર કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાની જનતા હવે આ નંબર પર કોઈપણ પ્રકારના ડર વગર ગુપ્ત રીતે માહિતી અથવા પુરાવા મોકલી શકશે, અને તંત્ર દ્વારા આવા લોકો સામે ત્વરિત અને સખત પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: Mahisagar : જન જાતીય ગૌરવ સપ્તાહ અન્વયે સંતરામપુર ખાતે મહિલા સંમેલન