રાજકોટ મહાનગરપાલિકા બાદ હવે મહેસાણા મનપા પણ ચા નાસ્તાના બેફામ ખર્ચ અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દે ભારે ચર્ચામાં આવી છે.મહેસાણા મનપામાં ચા નાસ્તા માટે મંજૂર થયેલા 5 લાખના બજેટની સામે અધધ 12 લાખનો ધુમાડો કરી નાખવામાં આવ્યો છે.જનતાના ટેક્સના પૈસાનો આ પ્રકારે સરેઆમ બગાડ થતાં સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે.

અધિકારીઓની મનમાની હોવાની પૂરી આશંકા

આ સમગ્ર મામલે ગીતાંજલિ નામની એજન્સી પર મહેરબાનીને લઈને પણ અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.આરોપ છે કે વહીવટી તંત્રના અધિકારીઓએ તમામ નિયમોને નેવે મૂકીને આ ચોક્કસ એજન્સીને વારંવાર એક્સટેન્શન આપ્યું હતું.સરકારી નીતિ નિયમોનું ઉલ્લંઘન કરીને માત્ર એક જ એજન્સીને ફાયદો પહોંચાડવા પાછળ અધિકારીઓની મનમાની હોવાની પૂરી આશંકા સેવાઈ રહી છે.

મુદ્દો સમગ્ર મહેસાણા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો

હાલમાં આ મુદ્દો સમગ્ર મહેસાણા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે જાગૃત નાગરિકો અને વિપક્ષ દ્વારા ગીતાંજલિ એજન્સીને ચૂકવવામાં આવેલા તમામ બીલોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ બુલંદ બની છે.અધિકારીઓની આવી ખુલ્લી મનમાની સામે ઉચ્ચ સ્તરેથી કડક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ Kutch: રાપરમાં કચ્છી નવા વર્ષ અને ભવ્ય રથયાત્રા વચ્ચે મેઘરાજાની શુકનવંતી પધરામણી