ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યની સાથે મહેસાણા જિલ્લામાં પણ 'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આગામી 15 નવેમ્બરે યોજાનારા આ જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમ માટે તંત્ર દ્વારા તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. મહેસાણા શહેરના સાર્વજનિક વિદ્યાલય પરિસરમાં આવેલા કમળાબા હોલ ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કલેક્ટર કચેરી ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ અને આગોતરા તૈયારીઓની સમીક્ષા
આ કાર્યક્રમના સફળ આયોજન અને આગોતરા આયોજનના ભાગરૂપે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક કલેક્ટર મયંક પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ઉત્સવને સફળ બનાવવા માટેના તમામ જરૂરી માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા.
સાંસદો અને ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક
પ્રેસ કોન્ફરન્સ અને પૂર્વ તૈયારીઓની આ બેઠકમાં પ્રદેશના અગ્રણી નેતાઓ અને લોક પ્રતિનિધિઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં સાંસદ મયંક નાયક, હરિભાઈ પટેલ તેમજ ભરતસિંહ ડાભી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો અને વિવિધ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

આદિવાસી સમાજના ઉત્થાન માટેની સરકારી યોજનાઓની અપાઈ માહિતી
આ બેઠક દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન અને કલ્યાણ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિવિધ જ કલ્યાણકારી યોજનાઓની વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી. સરકારની આ યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને જનજાતીય સમુદાયના વિકાસને વેગ મળે તે અંગે પણ સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Agriculture News: એરંડાના પાકમાં ઈયળોનો આતંક, વિજાપુરના 5 ગામોમાં પાક નિષ્ફળ જતા ખેડૂતોની આર્થિક કફોડી હાલત!