મહેસાણા જિલ્લા એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસને અગોલ ગામે એક મકાનમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગારની મહેફિલ માણી રહેલા 21 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

અગોલ ગામે હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો

આ દરોડામાં રાજકીય અને ગ્રામીણ સ્તરે વગ ધરાવતા લોકો પકડાતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ઝડપાયેલા આરોપીઓમાં અગોલ ગામના ભાજપના મહિલા ડેલીગેટના પતિનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આસપાસના ગામો જેવા કે કરણપુર, હજારીપુરા અને નાથપુરા ગામના પૂર્વ સરપંચો પણ જુગાર રમી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.એલસીબી પોલીસે સ્થળ પરથી જુગારીઓ પાસેથી રોકડ રકમ, સ્માર્ટફોન તેમજ વાહનો મળી કુલ રૂપિયા 22.32 લાખનો માતબર મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા બાદ તમામ આરોપીઓ સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બાવલુ પોલીસ મથકે ગુનો દાખલ

પોલીસે સ્થળ પરથી રૂ. 22.32 લાખનો રોકડ અને વાહનો સહિતનો સામાન સીઝ કર્યો છે.આ જુગારધામ કોના દ્વારા ચલાવવામાં આવતું હતું અને તેમાં અન્ય કયા કયા લોકોની સંડોવણી છે તે અંગે પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. બાવલુ પોલીસે ગુનો નોંધીને તમામ ૨૧ આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાની જાહેરાત; 'વિરાસત થી વિકાસ' રખાયું નામ