ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન ખાતા (RTO) માં વહીવટી સરળતા અને સુદ્રઢ વ્યવસ્થાના ભાગરૂપે મોટા પાયે બદલી અને નવી નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ વ્યાપક ફેરબદલ અંતર્ગત ઉત્તર ગુજરાતના મહત્વના મથક એવા મહેસાણા RTO કચેરીમાં ફરજ બજાવતા મોટર વાહન નિરીક્ષક (ક્લાસ-2) ના 8 અધિકારીઓની રાજ્યના અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા કચેરી ખાતે 2 નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તેમજ 1 અધિકારીને બઢતી સાથે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
મોટર વાહન નિરીક્ષક વર્ગ-2 ના 8 અધિકારીઓની બદલી
- કનૈયાલાલ તુલશીરામભાઈ કુનબી બારડોલી
- સ્નેહ વિનોદકુમાર પટેલ બાવળા
- પરેશ હેમરાજભાઈ દેસાઈ હિંમતનગર
- વિશાલ અશોકભાઈ રાણા નડિયાદ
- વિપુલકુમાર રૂપાભાઈ જાખેસરા પાટણ
- જયેશકુમાર ઈશ્વરભાઈ થલોટિયા સુરત
- ગૌરવ વિનોદકુમાર પરમાર અમદાવાદ પૂર્વ
- નરેશકુમાર જયંતિભાઈ મેવાડા અમદાવાદ
- મહેસાણામાં 2 અધિકારીઓની નવી નિમણૂક
- સ્મિત રમેશભાઈ વાઘેલા વાહન વ્યવહાર કમિશનર કચેરીથી મહેસાણા
- હરિકૃષ્ણ કાંતિલાલ પ્રજાપતિ જામનગરથી મહેસાણા
મહેસાણા ખાતે ખાલી પડેલી જગ્યાઓ પર વહીવટી કામગીરીને વેગ આપવા માટે 2 અધિકારીઓની નવી નિમણૂક કરાઈ છે.સ્મિત રમેશભાઈ વાઘેલા: વાહન વ્યવહાર કમિશનર કચેરી (ગાંધીનગર) થી મહેસાણા ખાતે બદલી.હરિકૃષ્ણ કાંતિલાલ પ્રજાપતિ: જામનગર RTO કચેરીથી બદલી કરીને મહેસાણા ખાતે મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત અન્ય 1 અધિકારીને બઢતી (પ્રમોશન) સાથે નવી જવાબદારી સોંપાઈ છે.
