મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસાણા શહેરના વિવિધ વિકાસકામો અને વહીવટી પ્રક્રિયાઓને લગતી કુલ 13 જેટલી દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી. કમિટીના સભ્યો દ્વારા તમામ દરખાસ્તો પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
કચરાની હાથલારી ખરીદવાની દરખાસ્ત નાણાકીય બાબતોને ધ્યાને રાખી રદ કરાઈ
બેઠક દરમિયાન રજૂ કરવામાં આવેલી દરખાસ્તો પૈકી કચરાના નિકાલ માટે નવી હાથલારી ખરીદવાની દરખાસ્ત અંગે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આ લારીઓની ખરીદી માટે દર્શાવવામાં આવેલા ભાવ બજાર કિંમત કરતાં વધુ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી પ્રજાના નાણાંનો વ્યય અટકાવવાના હેતુથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વધુ ભાવ ધરાવતી કચરાની હાથલારી ખરીદવાની દરખાસ્તને તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
