લોકોની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને ઠગાઈ આચરતી એક ટોળકીનો મહેસાણામાંથી પર્દાફાશ થયો છે. હરિદ્વારની તીર્થયાત્રાએ લઈ જવા તેમજ ધાર્મિક કથા સાંભળવાના બહાને ખાસ કરીને મહિલાઓ અને શ્રદ્ધાળુઓ પાસેથી રૂપિયા પડાવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ટોળકીએ માત્ર એક જ સ્થળે નહીં, પરંતુ ગુજરાતના દાહોદ, સુરેન્દ્રનગર અને નવસારી જેવા જિલ્લાઓમાં પણ અનેક લોકોને પોતાની જાળમાં ફસાવીને ભોગ બનાવ્યા છે. આ તમામ ઠગો મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના કનેડીયા ગામના હોવાનું ખુલતા જ મહેસાણા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દાહોદ, સુરેન્દ્રનગર અને નવસારીમાં લોકોને બનાવ્યા ભોગ

આરોપીઓ દ્વારા ભોળી મહિલાઓ અને શ્રદ્ધાળુઓને હરિદ્વાર લઈ જવા તેમજ કથા સાંભળવા માટે લઈ જવાની લાલચ આપીને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઠગ ટોળકીએ દાહોદ, સુરેન્દ્રનગર અને નવસારી સહિતના જિલ્લાઓમાં અનેક મહિલાઓ અને નાગરિકો સાથે ધર્મના નામે છેતરપિંડી આચરી છે.

ઠગાઈ આચરતી એક ટોળકીનો પર્દાફાશ થયો 

તમામ ઠગો મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના કનેડીયા ગામના હોવાનું સામે આવતા પોલીસે નીચે મુજબના પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે,વિષ્ણુસિંહ નટવરસિંહ પરમાર,શૈલેષસિંહ ધનસિંહ પરમાર,નટવરસિંહ પૃથ્વીસિંહ પરમાર,લક્ષ્મણજી ચંદુજી ઠાકોર,ટીનાભાઈ ગુનો દાખલ થયા બાદ મહેસાણા પોલીસે ફરાર થઈ ગયેલા આ પાંચેય આરોપીઓને પકડી પાડવા માટે અલગ-અલગ દિશામાં શોધખોળ તેજ કરી છે.

આ પણ વાંચો: Mehsana:બેચરાજી રૂટનો ST ડ્રાઇવર બસ મૂકીને ફરાર! નશાની હાલતમાં બસ ચલાવતા હોવાના આક્ષેપ