મહેસાણા પંથકમાં પર્યાવરણના ભોગે ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરતા કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. ઔદ્યોગિક કચરા અને જોખમી કેમિકલનો ગેરકાયદે નિકાલ કરવાના કારસા રોજ-રોજ સામે આવી રહ્યા છે. આવા જ એક ગેરકાયદે ખેલનો પર્દાફાશ કરીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે મોટી દુર્ઘટના ટાળી છે.
બોરીસણા પાસેથી ટેન્કર ઝડપાયું, પ્રદૂષણ બોર્ડની ટીમે પાડી રેડ
મહેસાણાના બોરીસણા વિસ્તારમાં પ્રદૂષણ બોર્ડની ટીમને બાતમી મળી હતી કે, જોખમી કેમિકલ ભરેલું એક શંકાસ્પદ વાહન પસાર થઈ રહ્યું છે. આ બાતમીના આધારે રાણાસરિયા પોલીપેક નજીક સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક ટેન્કર મળી આવ્યું હતું.

