અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા મડાસણા પાસે એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકને સાઇડ આપવાના પ્રયાસમાં કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર સીધી ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર કાબોલા ગામના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે અરેરાટી સાથે સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

અરવલ્લી-સાબરકાંઠાને જોડતા મહત્વના હાઇવે પર સર્જાયી હોનારત

જે માર્ગ પર આ અકસ્માત સર્જાયો તે હાઇવે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને જોડતો અત્યંત મહત્વનો વાહનવ્યવહારનો માર્ગ છે. દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાઇવેનું અધૂરું રહેલું કામ અને યોગ્ય માર્ગદર્શિકાના અભાવે વાહનચાલકો માટે આ રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે.

હાઇવેનું અટકેલું કામ વહેલી તકે પૂર્ણ કરવા માંગ

આ માર્ગ અકસ્માતમાં યુવકે જીવ ગુમાવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા તંત્ર સામે બુલંદ અવાજે માંગ કરવામાં આવી રહી છે કે આ હાઇવેનું બાકી રહેલું કામ વિલંબ કર્યા વિના તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. ભવિષ્યમાં આવા અન્ય નિર્દોષ લોકોના બિલકુલ નકામા અકસ્માતમાં જીવ ન જાય તે માટે રસ્તાનું કામ વહેલી તકે પૂરું કરવું અનિવાર્ય બન્યું છે.

આ પણ વાંચો : Ahmedabda માં ગેરકાયદે હુક્કાબાર પર ત્રાટકી પોલીસ, ત્રાગડના VINVIKS કેફેમાંથી 21 હુક્કા જપ્ત