આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની જંગી આવકના કારણે પુર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ચોતરફ પાણી ફરી વળતાં વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદના પરિણામે સ્થાનિક જળસ્ત્રોતો છલકાઈ જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ જળમગ્ન બન્યા છે.

ઓવરટોપિંગને પગલે 2 મુખ્ય માર્ગો સંપૂર્ણ બંધ

રસ્તાઓ પર પાણીનું ભારે ઓવરટોપિંગ થવાના કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 2 મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખાખસર ક્રોસિંગથી કાનાવાડા રોડ અને જીણજથી પાદરા જતો રસ્તો બંધ કરી દેવાતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. માર્ગો બંધ થવાના કારણે આસપાસના ગામડાંઓના સંપર્ક પર પણ અસર પડી છે.

Anand Rain Update: 2 Roads Closed In Tarapur Due To Water Overtopping

ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતો ચિંતાતુર

આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં સતત વરસી રહેલા વરસાદ અને પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સીમ વિસ્તારમાં ચારેય તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો - Anand: પેટલાદમાં મેઘરાજાની બેટિંગથી જળબંબાકાર, સાઈનાથ ચોકડી વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી