પવિત્ર યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ધમાકેદાર એન્ટ્રી કરી છે. ટૂંકા સમયમાં જ ધોધમાર 3 ઇંચ જેટલો સારો એવો વરસાદ વરસી જતાં શહેરના વિવિધ માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેનાથી એક તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી.

https://www.instagram.com/reel/DdYkikSEZEq/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

જગત મંદિરની 56 સીડીઓ પર વહ્યા ઝરણાં

આ ભારે વરસાદ વચ્ચે યાત્રાધામ દ્વારકાથી ખૂબ જ આહલાદક અને દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે જગત મંદિરની પ્રખ્યાત 56 સીડીઓ પરથી પાણીના પ્રવાહ આશરે ઝરણાંની જેમ વહેતા હોય તેવા સુંદર દ્રશ્યો સર્જાયા હતા. કુદરતના આ અદ્ભુત સૌંદર્યને કેમેરામાં કેદ કરવા માટે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં ભારે પડાપડી જોવા મળી હતી.

Dwarka Rain Update: 3 Inches Rainfall & Water Streams on 56 Stairs

ભક્તોમાં ખુશીની લહેર અને આકર્ષક નજારા

મંદિરની 56 સીડીઓ પરથી નીચે વહેતા પાણીના ઝરણાંના આહલાદક દ્રશ્યોએ આવનાર ભક્તો અને પ્રવાસીઓનું મન મોહી લીધું હતું.

https://www.instagram.com/reel/DdZAWsBiVS3/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

આ સુંદર નજારાનો શ્રદ્ધાળુઓએ ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, અનેક ભક્તો આ પવિત્ર વરસાદી પાણીમાં ન્હાતા અને આનંદ માણતા નજરે પડ્યા હતા, જે સમગ્ર પંથકમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


આ પણ વાંચો: Dwarka Rain Update: આતુરતાનો અંત, યાત્રાધામ દ્વારકામાં મેઘ મહેર, બે કલાકમાં 44 મીમી વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર