ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના ગીર ગઢડા પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ હેત વરસાવ્યું છે, જેમાં માત્ર બે જ કલાકમાં 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારથી અત્યાર સુધીમાં ગીર ગઢડામાં કુલ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના કારણે આસપાસના નદીનાળા અને પ્રવાહો પણ છલકાઈ ગયા છે.

જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ

ગીર ગઢડા ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના તાલુકામાં 1.5 ઇંચ, કોડીનારમાં 1 ઇંચ અને તાલાલા પંથકમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લાભરમાં વરસેલા આ સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને જળસ્રોતોમાં નવા નીર આવ્યા છે.

Gir Somnath Rain Update: Heavy Rain in Gir Gadhada, Receives Over 3 Inches of Rain

ચોમાસુ પાકને મળ્યું જીવનદાન, ખેડૂતોમાં આનંદની લાગણી

આ ભારે વરસાદ ખેડૂતો માટે અત્યંત રાહતરૂપ સાબિત થયો છે. લાંબા સમયના વિરામ બાદ પડેલા આ સસારાત્મક વરસાદથી જિલ્લાના ચોમાસુ પાકને મોટો ફાયદો થયો છે અને પાકને નવજીવન મળ્યું છે. ગીર ગઢડા પંથકમાં ઉત્તમ વરસાદને કારણે અન્નદાતાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે.


https://twitter.com/sandeshnews/status/2100930140796789159


આ પણ વાંચો: Gir Somnathના સુત્રાપાડામાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ