ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના સુત્રાપાડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળાડીબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદના ઝાપટાંના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા અને સમગ્ર પંથકના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે.

હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે જ જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને સુત્રાપાડા પંથકમાં સતત વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વરસાદના કારણે લાંબા સમયથી બફારા અને અસહ્ય ગરમીથી અકળાયેલા લોકોને મોટી રાહત મળી છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

વરસાદી ઝાપટાં યથાવત, ખેડૂતોમાં આનંદનો વ્યાપ

સુત્રાપાડા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ધાબડ અકબંધ રહેતાં ખેતી પાકો માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થઈ રહ્યો છે. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને પગલે સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. વાદળછાયા વાતાવરણ અને સતત પડી રહેલા ઝાપટાંથી ધરતીપુત્રોમાં ઘેરો આનંદ જોવા મળી રહ્યો છે અને આગામી કલાકોમાં વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો : Arvalliમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વૈડી ડેમમાં પાણીની મબલખ આવકથી ખેડૂતોમાં આનંદ