સાબરકાંઠા જિલ્લામાં તેમજ ઉપરવાસના પંથકોમાં વિતેલા 24 કલાક દરમિયાન પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે તમામ નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. ખાસ કરીને હિંમતનગર પરથી પસાર થતી મુખ્ય સાબરમતી નદી ઉપરવાસના ભારે વરસાદને પગલે બે કાંઠે વહી રહી છે. નદીમાં ધસમસતા પૂરના પાણી આવી પહોંચતાં જળસ્તર ભયજનક રીતે વધી ગયું છે.
અચાનક પૂરનું ભારે ધસમસતું વહેણ આવી પહોંચ્યું
https://www.instagram.com/reel/DbMwCVmFG78/?utm_source=ig_web_button_share_sheet
અતિભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂર
આવી ગંભીર પૂરની કટોકટી વચ્ચે હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામ નજીકથી એક ચોંકાવનારી અને બેદરકારીભરી ઘટના સામે આવી છે. સાબરમતી નદીમાં પૂરના ભયાનક વહેણ હોવા છતાં, કેટલાક ભૂમાફિયાઓ અને સ્થાનિકો જીવના જોખમે નદીના પટમાં ઉતરીને ટ્રેક્ટર મારફતે રેતીનું ખનન કરી રહ્યા હતા.
અચાનક પાણીનો પ્રવાહ વધતાં ટ્રેક્ટર તણાયું
સાયબાપુર પાસે જ્યારે નદીમાંથી ટ્રેક્ટરમાં રેતી ભરવામાં આવી રહી હતી, ત્યારે જ ઉપરવાસમાંથી અચાનક પૂરનું ભારે ધસમસતું વહેણ આવી પહોંચ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે ટ્રેક્ટર ચાલક કે અન્ય લોકોને કશું સમજાય તે પહેલાં જ રેતી ભરતું આખું ટ્રેક્ટર ટ્રોલી સહિત નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જોતજોતામાં ટ્રેક્ટર પૂરના ધસમસતા પાણીમાં તણાઈ ગયું હતું.ઘટનાને પગલે કિનારે ઉભેલા લોકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. સદનસીબે સમયે જ ચાલક અને મજૂરોએ હિંમત દર્શાવી બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.
આ પણ વાંચો: Ahmedabad: વિરમગામ-માળીયા સ્ટેટ હાઇવે પર પૂરના પાણીના પ્રહારમાં ST બસ પલટી, તમામ મુસાફરોનું રેસ્ક્યૂ