સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઇડર પંથકમાં માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં જ 2 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો. અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

પાલિકા ઉપપ્રમુખના વોર્ડ નંબર 5માં મકાનોમાં પાણી ઘૂસ્યા

માત્ર 2 ઇંચ વરસાદમાં નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખુલ્લી પડી ગઈ છે. પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 5માં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે જળભરાવની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ વિસ્તાર ખુદ નગરપાલિકાના ઉપપ્રમુખનો જ છે. ઉપપ્રમુખના પોતાના જ વોર્ડમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતાં રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Sabarkantha Rain Update: 2 Inches Rain In 2 Hours Causes Waterlogging In Ward 5 in Idar

પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો આક્રમક, પાલિકા સામે આક્રોશ

ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને સ્થાનિક રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ન કરાતાં નગરજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. માત્ર 2 ઇંચ વરસાદમાં જ આવી વિકટ સ્થિતિ સર્જાતાં સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ ઠાલવી તાત્કાલિક પાણી નિકાલની માગ કરી છે.


Sabarkantha Rain Update: 2 Inches Rain In 2 Hours Causes Waterlogging In Ward 5 in Idar


આ પણ વાંચો - Monsoon 2026 : સાબરકાંઠામાં મુસળધાર વરસાદ, ડેભોલ નદીના પૂરમાં કાર તણાઈ, હાથમતી વિયર ઓવરફ્લો, Video