આણંદ જિલ્લામાં હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. વરસાદના કારણે સમગ્ર આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માર્ગો પર નદીઓની જેમ પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
ઉમરેઠ તાલુકામાં અનરાધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક
આણંદની સાથે સાથે ઉમરેઠ તાલુકામાં પણ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી. સમગ્ર ઉમરેઠ પંથકમાં અનરાધાર ધોધમાર વરસાદ વરસતાં જ મુખ્ય રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. લાંબા સમયથી બફારા અને ગરમીથી અકળાયેલા સ્થાનિકોને આ ધોધમાર વરસાદથી મોટી રાહત મળી છે અને સમગ્ર વિસ્તારના વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે.
